Gujarat

વિશાલખાડી ગામના ગેસ્ટ હાઉસની પાછળથી ૫ જુગારીઓ ઝડપાયા

નર્મદા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વિશાલખાડી ગામના ગેસ્ટ હાઉસની ઓફિસ પાછળ જુગાર બાબતે એલસીબી એ રેડ કરી મુદ્દામાલ સાથે પાચ શખ્શો સામે ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે વિસાલખાડી ગેસ્ટ હાઉસ ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાં દિલીપભાઇ એળકીયાભાઇ વસાવા, છત્રસીંગ જગભાઇ વસાવા, અરવિંદભાઇ જેરામભાઇ વસાવા, વિપુલભાઇ રામસીંગભાઇ વસાવા તેમજ સંદિપભાઇ ગોપાલ ભાઇ વસાવાની ધરપકડ કરી રોકડા ૧૫,૦૫૦ તથા દાવ ઉપરના ૨,૨૦૦ મળી જુગારના રોકડા કુલ ૧૭,૨૫૦ તથા મોબાઇલ ફોન મોટર સાઇકલ મળી કુલ ૯૧,૨૫૦ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

File-01-Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *