વિશ્વ મહિલા દિન નિમતે, જેતપુર પાવીના મહિલા સરપંચ નૈન્સી શાહ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. માહિલા સરપંચ દ્વારા વિશ્વ મહિલા દિનની સમગ્ર મહિલાઓને શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, મહિલા શશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ અમારો છોટાઉદેપુર જિલ્લો છે. આ જિલ્લાના કલેકટરશ્રી, સંસદસભ્યશ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેવા મહત્વના ત્રણ હોદ્દા પર મહિલાઓ બિરાજમાન છે ત્યારે સમગ્ર મહિલાઓ માટે ગર્વની વાત છે. મહિલાઓ આજે માત્ર ઘરકામ પૂરતી સીમિત રહી નથી. મહિલાઓ આજે સમાજ અને ગામના વિકાસમાં જોડાઈ દેશની પ્રગતિના સહભાગી બની રહી છે. સરપંચ નૈન્સી શાહ દ્વારા એક મહિલા તરીકે મહિલા કલેકટર અને મહિલા સંસદસભ્યને જેતપુર પાવીના તળાવને પ્રવાશન સ્થળ તરીકે મંજુરી આપી વચ્ચે સ્વામી વિવેકાનન્દજી નું સ્ટેટયું બનવવાની ૨ વર્ષથી પડતર દરખાસ્તને મંજૂરી આપવા વિનંતી પણ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
