Gujarat

વીસીઈની વિવિધ માંગણીઓનું નિરાકરણ લાવી હડતાળનો સુખદ અંત લાવવા માંગ..

 

યુવા કોળી સમાજ ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત.

ઉના – ગ્રામ પંચાયતનાં કોમ્પ્યુટર ઓપરેટરો ફિક્સ પગાર સહિતની વિવિધ માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ કરી રહ્યા છે. તેનાં કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હેરાન થઈ રહ્યા છે. ત્યારે યુવા કોળી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ મુખ્યમંત્રીને પત્ર લખતા રજૂઆત કરી હતી કે ગુજરાત રાજ્યમાં તા‌. ૧૧ મે.૨૦૨૨ થી વીસીઈ (ગ્રામ પંચાયત ઓપરેટરો) પોતાની વિવિધ માંગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. તેનાં કારણે હાલમાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, વિધાર્થીઓ અને સામાન્ય જનતા હેરાન થઈ રહી છે. સામાન્ય ૭/૧૨ અને ૮ આ નાં ઉતારા માટે પણ મામલતદાર કચેરીમાં ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યાં છે. તેમજ એડમિશન માટે આવકનાં દાખલા માટે વિધાર્થીઓને મામલતદાર કચેરી સુધી ધક્કા ખાવા પડી રહ્યા હોય અને આયુષ્માન કાર્ડ માટે પણ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ તાલુકા મથકે અથવા ખાનગી ઓપરેટરો પાસે જવું પડે છે. બીજી તરફ વીસીઈ (ગ્રામ પંચાયત ઓપરેટરો) એ પણ ગ્રામ પંચાયતનો એક હિસ્સો છે તેમની વિવિધ માંગણીઓ પણ યોગ્ય છે. આથી તેમની માગણીઓ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવે અને તેનો વહેલી તકે ઉકેલ આવે તે જરૂરી છે આથી આ હડતાળનો સુખદ અંત આવે અને વીસીઈ ગ્રામ પંચાયતનાં કોમ્પ્યુટર ઓપરેટરોને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી. આગામી દિવસોમાં સરકાર દ્વારા આ હડતાળનું કોઈ નિરાકરણ લાવવા આવે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *