Gujarat

શક્તિપીઠ અંબાજી માં પોષી પૂનમ ની માતાજીની શોભાયાત્રા નો કાર્યક્રમ આ વર્ષે પણ રદ કરવામાં આવ્યો* *

ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર ની અખંડ જ્યોત લાવ્યા પછી મંદિર ના સુવર્ણ શિખર પર ધજા ચઢાવવામાં આવશે.*
આગામી 17/1 ના રોજ માં જગદંબા નો પ્રગટ્યોત્સવ એટલે કે પોષી પૂનમ છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા તેની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવમાં આવે છે. પરંતુ આ વખતે ફરી એક વખત કોરોના મહામારી એ માથું ઊંચકેલ છે અને તે અંગે સરકારે પણ ગાઈડ લાઇન્સ બહાર પાડેલ છે. પોષી પૂનમે આપણે સહુ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ એવી માં અંબે ની વિશાળ શોભાયાત્રા નું આ વખતે આયોજન રદ કરવામાં આવેલ છે આ ઉપરાંત શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા ચાચરચોક માં જે બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે તે પણ રદ કરવામાં આવેલ છે. અંબાજી મંદિર વહીવટદાર , અંબાજી પી.આઈશ્રી, અંબાજી મંદિર સઘન સુરક્ષા , અંબાજી મંદિર સુરક્ષા સંભાળતી જીઆઈએસફ તથા અન્ય સહયોગી તંત્ર સાથે આજે મંદિર માં એક બેઠક રાખવામાં આવેલ જેમાં ઉક્ત નિર્ણયો લેવામાં આવેલ છે.
@@ *શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા તમામ કાર્યક્રમો રદ કર્યા છે* @@
પોષી પૂનમ ના રોજ એટલે કે 17/1 ના રોજ સમિતિ દ્વારા ગબ્બર ની અખંડ જ્યોત માંથી જ્યોત લાવી ને અંબાજી મંદિર ની જ્યોત સાથે મિલાવવામાં આવશે. ચાચરચોક માં સમિતિ ના સીમિત સભ્યો માં અંબે ની આરતી કરશે અને માં અંબે ના સુવર્ણ શિખર પર પોષી પૂનમે ધજા ચઢાવવામાં આવશે…
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

ambaji-new_1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *