Gujarat

શાપર-વેરાવળ માઁ પરપ્રાતીય મહિલા ની વાળ ખેંચી ઢસડી સળીયાના ઘા ફટકારી નિર્મમ હત્યા.

શાપર વેરાવળમાં કારખાનાની ઓરડીમાં પતિ સાથે રહેતી મુળ બિહારની પરિણીતાની હત્યા થયાની ઘટના સામે આવી છે. જેમાં યુપીનો એક શખ્સ બારીમાંથી ડોકા કાઢી છેડતી કરી હેરાન કરતો હોઇ તેને ટપારતાં આ શખ્સે તેના ભાઇ સાથે મળી પરિણિતા પર લોખંડના સળીયાથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. બનાવને પહલે સારવારમાં ખસેડાયેલી પરિણીતાનું મોત નિપજતાં ત્રણ સંતાનો માતા વિહોણા થયા છે. હાલ શાપર પોલીસે હત્યા કરનારા પૈકીના એકને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.
જાણવા મળી રહેલી વિગત મુજબ, શાપર વેરાવળમાં રેડિકો ઓટો મેન્શનની બાજુમાં કારખાનાની ઓરડીમાં રહેતી 30 વર્ષીય શબનમકુમારી સંતોષ ચૌહાણ નામની પરિણીતાને પડોશમાં રહેતો સોનુ નામનો શખ્સ હેરાન કરતો હતો. વારંવાર નશામાં ધૂત થઈ બારીમાંથી ડોકા કાઢી છેડતી કરતા આ શખ્સને શબનમકુમારીએ આમ કરવાની ના પાડી હતી. જેને લઈને ઉશ્કેરાયેલા સોનુએ  તેના ભાઇ શંભુ સાથે મળી લોખંડના સળીયાથી હુમલો કરી ગંભીર ઇજા કરતાં તેણીને પ્રથમ શાપર અને બાદમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1641304829517.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *