રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિધા સહાયક ભરતી અન્વયે જૂનાગઢ જિલ્લામાં ૪૫ વિધા સહાયકોને નવી નિમણૂકો વિતરણ કરવાનો કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબહેન ખટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખે નવનિયુક્ત વિદ્યા સહાયકોને કહ્યું હતું કે વ્યક્તિની સફળતાની પાછળ કોઈને કોઈ ગુરુ રહેલા હોય છે. ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે વિદ્યા સહાયકો નિમણુંક લઇ રહ્યા છો ત્યારે વિદ્યા સહાયકોએ પણ સતત શીખતાં રહેવું જોઈએ જેથી ભાવિ પેઢીને ઉચ્ચ કેળવણી મળી શકે. બાળકોનો પાયો પાકો બનવો જોઇએ.દેશની ભાવિ પેઢી એવા બાળકોનો શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ ક્ષિક્ષકો દ્વારા થવો જોઈએ”
કાર્યક્રમનું સંચાલનશ્રી ભરતભાઈ મેસિયાએ કર્યું હતું. સ્વાગત પ્રવચન
જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારીશ્રી વિપુલ ધુંચલાએ કર્યું હતું. સાવજ ડેરીના ચેરમેનશ્રી દિનેશભાઈ ખટારીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
આ પ્રંસગે ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોષી, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી મધુબેન સાવલિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી વિપુલ કાવાણી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યાશ્રી કંચનબેન ભૂત, જિલ્લા શિક્ષાણાધિકારીશ્રી જલ્પા ક્યાડા,
સહિતના અધિકારીઓ, પદાધીકારીઓ અને લાભાર્થી વિદ્યા સહાયકો તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહયા હતા.


