રીપોર્ટ,મકસુદ કારીગર.કઠલાલ
શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડામાં “મતદાર દિવસ” ઉજવણીના ભાગરૂપે શાળાના એન.એન.એસ.યુનિટ દ્વારા નિબંધ સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા,ચિત્રસ્પર્ધા,રંગોળી અને રેલી જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં પ્રથમ અને દ્વિતીય શિવાની,આરતી, તુલસી,હિરલ, રીપલ, મિતાલ,વનિતા,રીપલ,જ્યોતિ,હિરલ,મિત્તલ,આરતી આવ્યા હતા.જેઓને એસ.વી.એસ.કક્ષાની સ્પર્ધા માટે ભાનેર મુકામે મોકલાયા હતા.તે પૈકી વકતૃત્વ સ્પર્ધામાં હિરલ ધો-11 પ્રથમ ક્રમે અને નિબંધ સ્પર્ધામાં શિવાની ધો-11 તૃતીય ક્રમે આવ્યા હતા.બંને વિજેતાઓને મામલતદાર કચેરી,કઠલાલ મુકામે મામલતદાર સાહેબશ્રીના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું.શાળાના આચાર્યશ્રી ડી.પી.પટેલે આ ક્ષણને અતિ ગૌરવવાન ગણાવી હતી.શાળાનું ગૌરવ વધારવા બદલ બંને વિદ્યાર્થિનીઓ સાથે વી.ડી.પરમાર, જે.આર.ડાભી તથા સમસ્ત શાળા પરિવારનો આભાર માની – અભિનંદન પાઠવ્યા હતા.


