Gujarat

સાવરકુંડલાના રાજકીય અને સામાજિક અગ્રણી શ્રી હેમાંગ ગઢીયાની ભારતીય માનવ અધિકાર એસોસિએશનના સાવરકુંડલા શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સમગ્ર ભારત દેશમાં માનવ અધિકારોના રક્ષણ અંગે કાર્યરત ભારતીય માનવ અધિકાર એસોસિએશન ( INDIAN HUMAN RIGHTS ASSOCIATION )ના સાવરકુંડલા શહેર પ્રમુખ તરીકે સાવરકુંડલાના રાજકીય અને સામાજિક અગ્રણી હેમાંગ ગઢીયાની વરણી કરવામાં આવી છે. આ સંસ્થાની નવી દિલ્હી ખાતેની કચેરીની સુચના મુજબ ભારતીય માનવ અધિકાર એસોસિએશન અમરેલી જીલ્લા પ્રમુખ શ્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા આ વરણી કરવામાં આવી છે. સાવરકુંડલા શહેરમા હરહંમેશ લોકપ્રશ્નનો અંગે અધિકારીઓ અને સરકારશ્રીમાં રજુઆત કરનાર હેમાંગ ગઢીયાની આ વરણીથી લોકોની પાયાની મુશ્કેલીઓ તથા લોકોના માનવ અધિકારોનુ રક્ષણ કરવાનો પ્રયત્ન થશે. ભારતીય માનવ અધિકાર એસોસિએશનના સાવરકુંડલા શહેર પ્રમુખ તરીકે હેમાંગ ગઢીયાની વરણીને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.

IMG-20220713-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *