સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરના નિવૃત્ત આર એફ ઓ. શરદભાઈ પ્રતાપભાઈ શુકલે સાવરકુંડલાથી એક હજાર કરતાં વધારે કિલોમીટર દૂર આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલાં પૂના શહેરમાં બુધ્ધિબળ ક્રીડા ટ્રસ્ટ આયોજિત ૬૦ વર્ષથી ઉપરના ચેસ ખેલાડીઓની એક સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. સાવરકુંડલા શહેરના આ નિવૃત્ત વન અધિકારી પોતે ચેસનો ગજબનો શોખ ધરાવે છે. આમ તો કોલેજ કાળમાં અને તેની કારકિર્દીમાં પણ ખાતાકીય સ્પર્ધામાં ચેસમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. પોતે બીએસસી સ્નાતકની ડિગ્રી ધરાવે છે. ૧૯૭૫માં ડાયરેક્ટ ફોરેસ્ટર ઓફિસર તરીકે જોડાયેલ. પોતે હાલ સિત્તેર વર્ષની ઉંમરે પણ એ અનોખો જોમ જુસ્સો ધરાવે છે. ચેસની સ્પર્ધાનું નામ પડે એટલે પોતે એ સ્પર્ધામાં ભાગ લેવા નીકળી પડે. આ અગાઉ મુંબઈ, ઉત્તર ગુજરાત વગેરે સ્થળોએ તેઓ ચેસ રમી ચૂક્યા છે. પૂના ખાતે તો રમત પૂર્ણ કરીને પોતે ઘરે રવાના થઈ ગયા હતા પરંતુ અચાનક એ ચેસ રમાડતી સંસ્થાનો ફોન આવ્યો કે કુલ એંસી સ્પર્ધકોમાં તેઓ ચેસ સ્પર્ધામાં પ્રથમ આવે છે. આ સમાચાર સાંભળીને પોતે સ્યંમ બુધ્ધિબળ ક્રીડા ટ્રસ્ટના સેક્રેટરી મિસ્ટર પી. ટી. કુંતે સાહેબના હસ્તે તેમના ઘરે ટ્રોફી સ્વીકારી હતી. આમ તો યુવાનને પણ શરમાવે એવો જોમ જુસ્સો ધરાવતાં આ વન અધિકારી છેલ્લે સામાજિક વનીકરણ વિભાગ અમરેલી ડિવિઝનની રાજુલા રેંજમા આર. એફ ઓ. તરીકે ફરજ બજાવતા નિવૃત્ત થયા હતાં. આ સ્પર્ધા પૂના શહેરમાં આવેલ સીમ્બોસીસ સ્પોર્ટ્સ સેન્ટર પ્રભાત રોડ લેન નંબર ૧૫ પૂને ૪ ખાતે યોજાયેલ.
