સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલા શહેરના જેસર રોડ સ્થિત આવેલા ઓમકારેશ્ર્વર મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ તારીખ ૨૦-૩ થી કરવામાં આવેલ. આ સંદર્ભે દરરોજ મારૂતિ યજ્ઞ અને ધાર્મિક ઉત્સવોની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દ્વારા કથા શ્રવણ કરી રહ્યા છે. કન્યાદાન એજ મહાદાનના સૂત્ર સાથે ૧૦૮ કથા સંકલ્પ સમિતિ સત્ય પ્રેમ કરૂણા ગ્રુપ દ્વારા સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં સંગીતમય શૈલીમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો તારીખ.-૨૦/૦૩ રવિવાર થી ૨૬/૦૩ શનિવાર સુધી યોજાશે. આ કથા શ્રવણ નો સમય બપોરે ૩ થી ૬:૩૦ સુધી રહેશે જેમાં વ્યાસપીઠ પર વિદ્રાન કથાકાર શાસ્ત્રીશ્રી ભાર્ગવદાદા ભોરીગડાવાળા બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે આ કથા દરમિયાન પોથીયાત્રા, કપિલ જન્મ, નૃસિંહ અવતાર, શ્રીરામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, કુંવરબાઈ નું મામેરૂ, રૂકમણી વિવાહ, ગોવર્ધન પૂજા, પરીક્ષિત મોક્ષ વગેરે ધાર્મિક કાર્યક્રમો ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે તેમ અમીતગીરી ગોસ્વામીની યાદી જણાવેલ છે આ કથા દરમિયાન દરરોજ સવારે મારૂતિ યજ્ઞ યોજાશે.


