Gujarat

સાવરકુંડલા નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટ વિભાગની કામગીરી પૂરજોશમાં

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટ વિભાગની કામગીરી પૂરજોશમાં. છેલ્લા એકાદ અઠવાડિયાથી વરસાદી વાતાવરણમાં શહેરના અંધારા ઉલેચી અજવાળું પાથરવાનું કાર્ય કરતાં નગરપાલિકાના જાહેર સ્ટ્રીટ લાઈટ વિભાગના કર્મચારીઓને સો સો સલામ. હજુ થોડા દિવસો પહેલા જ આ વિભાગની કામગીરી સંભાળતા *પરેશભાઈ જોષી* વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. પરંતુ તેની કાર્યશૈલીની પરંપરા તેમના સહ કર્મચારીએ હજુ પણ બખૂબી નિભાવી રહ્યા છે.
———————————————————————
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડતાં જેવા કે જાહેર સ્ટ્રીટ લાઈટ વિભાગ સંભાળતા કર્મચારીઓ સતર્કતાથી કામગીરી કરતા જોવા મળેલ. ખાસકરીને છેલ્લા એકાદ અઠવાડિયાથી વાદળછાયું અને વરસાદી વાતાવરણ વચ્ચે બંધ પડેલ સ્ટ્રીટ લાઈટને યુધ્ધના ધોરણે સંલગ્ન કર્મચારીઓ લોકોની સ્ટ્રીટ લાઈટ અંગેની કમ્પલેઈન મળતાં માત્ર ચોવીસ કલાકમાં તેનો નિકાલ કરતાં જોવા મળેલ છે. આમ સાવરકુંડલા શહેરમાં હવે જાહેર રસ્તા પરના અંધારા ઉલેચી લોકોને રાત્રિના સમયે પર્યાપ્ત માત્રામાં રોશની મળે તે માટે સાવરકુંડલા નગરપાલિકાનો સ્ટ્રીટ લાઈટ વિભાગની કામગીરી ખરેખર પ્રશંસનીય છે. પ્રસ્તુત તસવીરમાં આ વિભાગના  *રાહુલ રામજીભાઈ કંટારીયા* સ્ટ્રીટ લાઈટની કામગીરી કરતા જોવા મળે છે. જો આવી રીતે અન્ય ઓફિસોમાં લોકપ્રશ્નનોનો ત્વરિત નિકાલ આવે તો લોકોને પણ સત્તાધીશોની આવી કામગીરીને લીધે પૂર્ણ સંતોષ થાય. અને એ જ લોકપ્રિયતાનો સાચો માપદંડ બને.

IMG-20220716-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *