Gujarat

સાવરકુંડલા શહેરની નાવલી નદીને ક્યારે સ્વચ્છતાનું વરદાન મળશે.. કોણ તથાસ્તુ કહેશે? સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા… લોકો ઝંખે છે સ્વચ્છતાનું સામ્રાજ્ય.. સાવરકુંડલા શહેર હવે સુવર્ણકુંડલામાં ક્યારે પરિવર્તિત થશે??

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હમણાં હમણાં સાવરકુંડલા શહેરમાં ભીંત પર ભીંતચિત્રો દોરવાનું અભિયાન શરૂ થયું છે તે સંદર્ભે સાવરકુંડલાના અમુક નાગરિકોએ ભારે ટીખળ વાળી કોમેન્ટ વોટ્સ એપ ઉપર વહેતી મૂકી છે. આને તમે સલાહ કહો કે વ્યંગ પણ વાતમાં થોડું તથ્ય તો અવશ્ય જણાય છે. હા, સાવરકુંડલા શહેરની નાવલી નદીમાં ગંદકી હોય તો ખરેખર એ દૂર કરવી જરૂરી પણ છે અને વાતમાં પણ દમ તો છે એટલે અમુક નાગરિકોએ કદાચ આવી સલાહ આપી હશે.. જે હોય તે.. હવે આ વ્યંગબાણ કહો કે કરુણતા..!! સાવરકુંડલા નદી વિસ્તારોની ગંદકીની સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ લાવવું પણ જરૂરી છે.. જો કે એમ કહેવાય છે કે  લોકો પણ હવે સાવરકુંડલા શહેર સુવર્ણકુંડલામાં ક્યારે પરિવર્તિત થશે એ ઇન્તેજારમાં છે.? હવે  આ યક્ષપ્રશ્નનો ઉકેલ પણ જનતા ઈચ્છે તો ખરી. આમ પણ સ્વચ્છતા તો સૌને ગમેને?? આમ પણ કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા.. જે કહો તે પણ સમય હવે સ્વચ્છતાનો આવી ગયો છે. સ્વચ્છ ભારત નિર્મળ ભારત એ સૂત્રને સાર્થક કરવાની આ વેળા તો અવશ્ય છે..ખાલી ભીંત પર સૂત્રો લખીને આ સ્વચ્છતાનું અભિયાન પૂર્ણ તો નહીં થઈ શકે એ પણ નિર્વિવાદ છે.
સાવરકુંડલા શહેરના નાગરિકો હવે નાવલી નદીની સ્વચ્છતા ઈચ્છે છે.. નદીમા રહેલ અસ્વચ્છ વાતાવરણ શહેરના નાગરિકોનાં સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે એ પણ સંભવ છે..

IMG-20220412-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *