સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ્ કૉલેજમાં આજે તા: ૧૩/૦૭/૨૦૨૨ના રોજ ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં પ્રાર્થના, ગુરુ વંદના કાર્યક્રમ થયો અને પૂજન-અર્ચન વગેરે કરવામાં આવ્યાં. કૉલેજના ગ્રંથપાલ ડૉ. જાગૃતિબેન રાઠોડ અને વિદ્યાર્થિની માનસીએ સુંદર ગીત રજુ કર્યું તથા અન્ય વિદ્યાર્થિનીઓ ક્રિષ્ના, નમ્રતા, વૈભવી અને આસિયાએ ગુરુપૂર્ણિમા વિશે વક્તવ્ય આપ્યું. સંસ્કૃત વિભાગના પ્રૉફેસર કે. બી. પટેલ સાહેબે પણ ગુરુપૂર્ણિમા વિશે જણાવ્યું તથા કૉલેજના આચાર્યશ્રી ચાવડા સાહેબે સૌને આશીર્વાદ આપીને ગુરુપૂર્ણિમા ના મહત્વ વિશે સમજાવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર દર્શન ડૉ. પ્રતિમા એમ. શુક્લએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફનો સહયોગ મળ્યો હતો.


