Gujarat

સાવરકુંડલા શહેરમાં નાવલી નદીનાં પટમાં ભરાતી શનિવારી બઝારમાં ઉભરાતી માનવભીડ કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનાં ધજાગરા ઉડાડતી હોય તેવું લાગે છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં નાવલી નદીનાં પટમાં ભરાતી આ શનિવારી બઝારમાં ઉભરાતી ભીડ શું કોવિડ ગાઇડલાઇનનાં નિયમોના ધજાગરા તો નથી ઉડાડતુંને? લોકોનાં આરોગ્ય માટે આ ભીડ કોરોનાને નિમંત્રણ આપનારી તો નહીં બને ને? જ્યારે શાળાઓ બંધ થઈ છે. લગ્ન કે મરણ પ્રસંગે પણ નિયંત્રિત સંખ્યા માટે ગાઇડલાઇન આવે છે. ત્યારે આ શનિવારી બઝારની આ ભીડને માટે કોઈ ઠોસ પોલિસી ઘડી કાઢવી જોઈએ કે નહીં? એવી ચર્ચા બુધ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહી છે. આમ આંખ આડા કાન કરવાથી તો પરિસ્થિતિ નિયંત્રણ બહાર પણ જઈ શકે છે. શું તંત્ર નિંદ્રામાં હશે કે પછી?? સાવરકુંડલાનાં આરોગ્ય અને સુખાકારી જેના હાથમાં હોય તેણે આ સંદર્ભે યોગ્ય પગલાં લઈને આ ભીડને ખાળવી જોઈએ એવું આમજનતા ઈચ્છે એમાં પણ કશું અજુગતું તો નથી ને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *