સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સતનામ સેવા આશ્રમ દ્વારા ઉતરાયણના પાવન પર્વ પર અહીં સાવરકુંડલા શહેરનાં મહુવા રોડ બાયપાસ રોડ પર ગાયોને માટે અવેડો અને રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ- દર્શનાર્થીઓ અને આશ્રમમાં આવતાં જતાં સેવક ગણ માટે પીવાના પાણીના પરબનું અનાવરણ સંતોના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનવ મંદિરના મહંત શ્રી ભક્તિરામ બાપુ, ખોડિયાર મંદિરના મહંત શ્રી ચંદુપરીબાપુ, શેણી ખોડીયાર મંદિરના મહંત શ્રી નનુભગત, માબાપનું ઘરના પૂજ્ય શ્રી મનીષાદીદી, રામાપીર અન્નક્ષેત્રના શાન્તામાડી વગેરે સંતો પૂજ્ય રામજીવનદાસ સાહેબના આમંત્રણને માન આપીને પધારેલ આ શુભ સેવાઓનું ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે અનાવરણ કરવામાં આવેલ હતું આ શુભ પ્રસંગને સફળ બનાવવા સતનામ સેવા આશ્રમના સેવકગણે ભારે જહેમત ઉઠાવી હતી.


