Gujarat

સાવરકુંડલા શહેરમા આવેલ રેલ્વે ફાટક સ્મશાન બાગ શ્રમજીવીનગર પાછળ ખોડીયાર નગર જૂનો અમૃતવેલ મોલડી રોડ છેલ્લા ઘણા સમયથી ખોદાણ કરેલો પડેલ છે. આ રસ્તાની કામગીરી હવે યુધ્ધના ધોરણે શરૂ થાય તેમ આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
.
———————————————————————
સાવરકુંડલા શહેરમા આવેલ રેલ્વે ફાટક સ્મશાન બાગ શ્રમજીવી નગર પાછળ ખોડીયાર નગર જૂનો અમૃતવેલ મોલડી રોડ સાવરકુંડલા નગરપાલીકા સદસ્ય હંસાબેન કમલેશભાઈ રાનેરાના ઘર પાસેથી પસાર થતો આ રસ્તો છેલ્લા ઘણા સમયથી રોડ ખોદાણ કરેલું છે છતાં હજુ રસ્તા બનાવવાનું કામ  ચાલુ થયું નથી. આ વિસ્તારના રહીશો કે અહીંથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સંદર્ભે વોર્ડ નંબર ત્રણના નગરપાલિકા સદસ્ય પતિ કમલેશભાઈ રાનેરાનો  ટેલીફોનીક સંપર્ક કરતાં તેમણે દિવસ બે માં આ રસ્તાનું કામગીરી શરૂ થશે તેવું જણાવ્યું હતું.. માથે ચોમાસું ઝળુંબી રહ્યું છે એવી પરિસ્થિતિમાં આ રસ્તાનું કામ તાકીદે ચાલું થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *