સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પોક્સો એક્ટ જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાની ધોરણ ૯ થી ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શાળાના વિશાળ હોલમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ લોક જાગૃતિ અભિયાનમાં વક્તા તરીકે વકીલ શ્રી એન. ડી. મર્થક તથા તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી એસ. એન ટાંક દ્વારા પોક્સો એક્ટની વિશદ સમજ આપવામાં આવી હતી. શાળાના આચાર્યાશ્રી વર્ષાબેન ખખ્ખર અને સમગ્ર કર્મચારીગણ દ્વારા આ જાગૃતિ અભિયાનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ધ્યાનપૂર્વક માહિતી ગ્રહણ કરી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત અને શાંતિ જાળવી હતી.

