Gujarat

સિનિયર એડવોકેટ વાય.જે. ત્રિવેદીનું હાઈકોર્ટના ચીફ જસ્ટીસે સન્માન કર્યું

અમદાવાદ
છેલ્લા ૫૦ વર્ષથી એડવોકેટ તરીકે યોગદાન આપી રહેલાં સિનિયર એડવોકેટ વાય.જે. ત્રિવેદીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીફ જસ્ટીસે એ પણ કહ્યું કે, જાે તમે સારા જજ ઇચ્છતા હોવ તો સામા પક્ષે બાર પણ એટલે કે વકીલો પણ સારી રીતે તૈયાર થવા જાેઈએ. સિનિયર એડવોકેટ બાર માટે ભીષ્મપિતામહ ગણાય છે, જેથી તેઓ નવા વકીલોને યોગ્ય રીતે તૈયાર કરે. મુખ્ય ન્યાયાધીશે એડવોકેટ એસોસિએશન તથા હાજર તમામ સિનિયર એડવોકેટને યુવા વકીલોને તૈયાર કરવા માટે હાંકલ કરી છે. જે માટે એડવોકેટ એકેડેમીની રચના કરવામાં આવે તેવો આગ્રહ પણ કર્યો. જેમાં કોન્ફરન્સ સેમિનાર અને વર્કશોપ થકી યુવા વકીલોને તૈયાર કરવા કહ્યું. એટલું નહીં પરંતુ જુનિયર એડવોકેટ માટે એ પણ ટકોર કરી કે કોર્ટની લોબીમાં સમય પસાર કરવા કરતાં લાયબ્રેરીમાં પોતાનો સમય પસાર કરે’. ઉપરાંત સિનિયર એડવોકેટ અને દર મહિને લીગલ એઇડ માટે એટલે કે જે અરજદાર આર્થિક પરિસ્થિતિના કારણે વકીલ રોકી નથી શકતા તેમના માટે વિનામૂલ્યે કેસ લડવા માટે પણ કહ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે વકીલોથી ખીચોખીચ ભરેલા સભાખંડમાં જુનિયર અને સિનિયરની કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેમને વકીલાતના વ્યવસાયને ઉત્તમ વ્યવસાય ગણાવી વકીલોને ‘સોશિયલ ડોક્ટર’ ગણાવ્યા હતા. આ સાથે જ ફિલ્મ ‘થ્રી ઈડિયટ’નો ઉલ્લેખ કરતા મહત્વની અને માર્મિક ટકોર પણ કરી કે, વકીલોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કરવો જાેઈએ, તેમ થવાથી પૈસા સામે ચાલીને આવશે’. ગુજરાત હાઇકોર્ટના ૩૦ જેટલા સિનિયર વકીલો કે જેઓ પોતાની કારકિર્દીમાં પચાસ વર્ષથી વધારે વકીલ તરીકે પોતાની સેવા આપી ચૂક્યા છે અથવા તો કાર્યરત છે તેવા વકીલોનું મુખ્ય ન્યાયાધીશના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *