Gujarat

સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે નકુમ પરિવાર દ્વારા  આજથી  શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન… 24 થી 31 સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે..    

ગિરગઢડા
    ભરત ગંગદેવ..
પ્રાચી તીર્થ… સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે ભીખુભાઈ કચરાભાઈ નકુમ તથા નકુમ પરિવાર દ્વારા તારીખ 24/3/22 થી 31/3/22 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરેલ છે. ભાગવત સપ્તાહ વ્યાસપીઠ ઉપર પરમ પૂજ્ય મહેશ મોરારી બિરાજીને કથાનું રસપાન કરાવશે. આ કાર્યક્રમ રૂપરેખામાં પોથીયાત્રા કથા મહાત્મય તા.24/3/22 ને ગુરૂવાર તથા રામ જન્મ તા.27/3/22 ને રવિવાર તથા કૃષ્ણ જન્મ/નંદોઉત્સવ તા.28/3/22 ને સોમવાર તથા રૂક્ષ્મણી વિવાહ તુલસી વિવાહ તા.30/3/22 ને બુધવાર તથા રાસ ગરબા તા. 25/3/22 ને શુક્રવાર રાત્રે 9:00 કલાકે જેમાં કલાકાર  પંકજભાઈ ચૌહાણ તથા નરસિંહભાઇ કામળિયા તથા માયાબેન પ્રજાપતિ અને સાથી અને સાંજીદા ગ્રુપ તથા કાનગોપી રાસ તા.27/3/22 ને રવિવારે રાત્રિના 10 કલાકે તથા ભવ્ય સંતવાણી કાર્યક્રમ તા.30/3/22 ને બુધવાર રાત્રિના 10 કલાકે તેમના કલાકારો  મયુરભાઈ દવે તેમજ તેમનું સાંજીદા ગ્રુપ પોતાની મધુર સંગીતવાણીમાં રસપાન કરાવશે.
જેમાં આ કથામાં આશીશર્વચન પાઘેશ્વરી આશ્રમ ના  મંહત શ્રી ઉપવાસી કરસનદાસ બાપુ તથા દક્ષ બાપુ આપશે.
ભાગવત સપ્તાહમાં દરરોજ બપોરના શ્રોતાજનો ને મહાપ્રસાદ બપોરે એક થી ત્રણ ની સુધી આપવામાં આવશે. આ ભાગવત કથા નો સમય સવારે 10 થી 2 વાગ્યા સુધી જેમાં આ કાર્યક્રમમાં ભવાની વિડીયો શૂટિંગના માધ્યમથી  લાઈવ નિહાળી શકશો. તો દરેક ધર્મપ્રેમી જનતાએ ભાગવત સપ્તાહ નો લાભ લેવા નકુમ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે…

IMG-20220323-WA0380.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *