Gujarat

સુરતમાં આગામી ૧૦ દિવસ ખૂબ જ મહત્વના ઃ મ્યુનિ. કમિશ્નર

સુરત
કોરોનાની ત્રીજી લહેરની પીકમાં શહેરમાં સંક્રમણ વધી રહ્યું છે. સર્વેલન્સ ટીમના તપાસમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલા ૩૦૦ જેટલા કર્મચારીઓ હતા. હવે ૧૨૦૦ લોકોની મદદ લેવાઈ રહી છે. પોઝિટિવ મળી આવતા દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ ઘરે સારવાર આપવામાં આવી રહી છે. હોમ આઈસોલેટ દર્દીઓ માટે સંજીવની રથ સેવા શરૂ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૧૫૦ જેટલા સંજીવની રથ સેવા કાર્યરત છે. હાલમાં હોસ્પિટલમાં દર્દીઓની ટકાવારી નહિવત જાેવા મળી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સુરત શહેર માટે આગામી દસ દિવસ ખૂબ જ મહત્વના છે. અમે થોડા દિવસ અગાઉથી જ કહી રહ્યા હતા કે, શહેરમાં કોરોના પીક પર હશે. હજી પણ કેસોમાં વધારો દેખાશે. પરંતુ લોકો ઓછા સંક્રમિત થાય અને તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અમારે સર્વેલન્સની ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. તેના કારણે વધુમાં વધુ લોકોને ટ્રેસિંગ કરી લેવામાં આવી રહ્યા છે.સુરત કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં મોટાપાયે વેક્સિનેશન અને ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં કોરોના સંક્રમણ પીક ઉપર ચાલી રહ્યું છે. ત્યારે લોકોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. સાથોસાથ કોર્પોરેશન દ્વારા લોકોને કોરોના સંક્રમિત ન થાય તેના માટે વેક્સિનેશન પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. વેક્સિનેશન બીજાે ડોઝ શહેરના ૯૦% લોકોને આપી દેવામાં આવ્યો છે. તેમજ ૧૫થી ૧૮ વર્ષના કિશોરોમાં ૯૫ ટકા જેટલું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા ટેસ્ટીંગ અને ટ્રેસિંગની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. જેથી કરીને ઝડપથી લોકોને ઓળખી શકાય અને તેમને સારવાર આપી શકાય. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને પહેલા માત્ર ૪૦૦૦ જેટલા ટેસ્ટિંગ કરવામાં આવતા હતા. જે હવે વધારીને ૨૨૦૦૦ રોજના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. સર્વેલન્સની કામગીરી ખૂબ જ સારી રીતે થઈ રહી છે. તેમાં લાગેલા કર્મચારીઓ ઝડપથી કામગીરી કરતા હોવાને કારણે વધુમાં વધુ સંક્રમિત લોકોની ઓળખવામાં આવી રહ્યા છે, અને તેમને જરૂર જણાય તો હોસ્પિટલમાં ખસેડવા તેમ જ હોમ કોરન્ટાઇન કરવા માટે સૂચના આપવામાં આવી રહી છે. જેથી કરીને વ્યાપ ઓછો થાય.

Surat-Corporation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *