Gujarat

સુરતમાં ઈકોનોમિક્સનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ કરવામાં આવી

સુરત
એક દિવસ પહેલાં જ પેપર ફૂટી ગયું હતું. એક ખાનગી ક્લાસમાંથી પેપર ફૂટી ગયું હતું. આ અંગે અમે યુનિવર્સિટીનું ધ્યાન દોર્યું છે. પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી. વારંવાર પેપર ફૂટી રહ્યાં છે. ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડાં કરતાં શાસકો દ્વારા કોઈ જ હિતકારી ર્નિણય લેવામાં આવ્યો નથી. અમારી સ્ક્વોર્ડને માહિતી મળી હતી કે, કલાક પહેલાં જ પેપર ખુલ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. પરંતુ રજૂઆતની ગંભીરતાને લઈને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. તથા સમગ્ર મુદ્દે તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે. પેપર અગાઉ ખોલવા એ ગંભીર બાબત છે. જેથી એક્ઝામ સુપ્રીન્ટેડેન્ટનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કહ્યું કે, આ પેપર ફૂટી ગયું હતું. વિદ્યાર્થીઓએ જ પ્રોફેસરને જાણ કરી હતી. પરંતુ તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું જાે યોગ્ય પગલાં લેવામાં નહી આવે તો. વારંવાર પરીક્ષાઓ રદ્દ થતી હોવાથી વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૦થી ૧૨ હજાર વિદ્યાર્થીઓને સીધી અસર થનારી છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બીકોમ સહિતની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે બીકોમ સેમ-૬નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે. પેપર ફૂટવાની ઘટનાને લઈને કુલપતિ દ્વારા પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *