સુરત
સુરતના પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી ધાર્મી (નામ બદલ્યું છે) ને છેલ્લા દસ વર્ષથી પારિવારીક સંબંધ ધરાવતો અજય નાનુભાઇ ભાલોડીયા (રહે. રાજકોટ) કનડગત કરી રહ્યો છે. લગ્ન બાદ ધાર્મી પતિ સાથે વાપી રહેવા ગઇ ત્યારે પ્રથમ વખત નણંદ સાથે અજય ધાર્મીને ઘરે ગયો હતો. ત્યાર બાદ કોઇને કોઇ બહાના હેઠળ અજય ધાર્મીને ઘરે આવ-જા કરતો હતો અને રાત પણ રોકાતો હતો. ધાર્મીની એકલતાનો લાભ લઇ તેને પોતાની બાહુપાશમાં જકડી લઇ અજયે તું લગ્ન કરીને આવી ત્યારથી મને ગમે છે, તું મારી થઇ જા, નહીં તો તને તારા પતિના ઘરમાં પણ રહેવા નહીં દઉં એવી ધમકી આપી હતી. અજયની હરકતથી ચોંકી જનાર ધાર્મીએ પતિ અને સસરાને જાણ કરી હતી. પતિ અને સસરાએ અજયને સમજાવવા છતા પણ તે પોતાની હરકતોથી બાજ આવ્યો ન હતો અને ચાન્સ મળે એટલે ધાર્મીને ટચ કરતો હતો. રાજકોટ ખાતે અજયના લગ્ન બાદ તેના ઘરે જમણવારનો કાર્યક્રમ હતો. ત્યારે રસોડમાં રસોઇ કરી રહેલી અજયની પત્ની બહાર જતા વેંત પાછળથી પકડી લઇ અશ્લીલ ઇશારા કરી તું મારૂ કંઇ બગાડી શકવાની નથી. રૂમમાં ધાર્મી પુત્રને ફીડીંગ કરાવી રહી હતી ત્યારે હાથ ધોવાના બહાને રૂમમાં ઘૂસી જઇ ગંદી નજરે જાેઇ બિભત્સ શબ્દો પણ ઉચ્ચાર્યા હતા.સુરતના પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાની એકલતાનો લાભ લઇ સંબંધી યુવાન બાહુપાશમાં લેવા ઉપરાંત કોઇના કોઇ બહાને ટચ કરવાની સાથે બિભત્સ ઇશારા કરતો હતો. છેલ્લા દસ વર્ષથી કનડગત કરનાર પારિવારીક સંબંધ ધરાવતા પરિણીત યુવાન વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
