Gujarat

સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે યાત્રાને કરાવ્યું પ્રસ્થાન

સુરત
શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગાયાત્રા ડુમસ રોડ લાલભાઈ કોન્ટ્રાકટરથી રાહુલરાજ મોલ થઈ કારગીલચોક સુધી પદયાત્રા સ્વરૂપે યોજાનાર છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા છે. ત્યારબાદ તિરંગાયાત્રા સ્થળે પહોંચી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમ સ્થળ પર દરેકના હાથમાં રાષ્ટ્રધ્વજ હોવાથી દેશ ભક્તિસભર માહોલ છવાયો હતો. વડાપ્રધાન મોદીએ જે હાકલ કરી છે તેને ઝીલી લઈએ અને ઘર ઘર તિરંગો લહેવારાવીએ. સુરતીઓ ખાનપાનના શોખીન છે એટલા દેશપ્રેમી છે. કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામા આવ્યુ છે. તેમાં મોટી સંખ્યામા જાેડાશો તેવી અમારી અપેક્ષા છે. ગુજરાતથી દેશભરમાં સંદેશો પહોંચવો જાેઇએ. વડાપ્રધાન મોદીએ દેશભરમાં ઘર ઘર ત્રિરંગો પહોંચાડવા માટે પ્રયાસ કર્યા છે. પોતાના ખર્ચે ધ્વજ ખરીદવા જાેઈએ. દરેક વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયામાં મૂકજાે. જેથી લોકોને પ્રોત્સાહન મળશે. દરેક વ્યક્તિ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવી શકશે. ધ્વજ ફરકાવવા માટેનાં નિયમનોમાં ફેરફાર કર્યા છે. આમ જનતાને અવરજવરમાં કોઈ અડચણ ન થાય તે માટે તિરંગા યાત્રાના રૂટ પર પદયાત્રા પુરી ન થાય ત્યા સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારથી શરૂ થઈ બપોર સુધી પૂરો થવાનો હોઈ ટ્રાફિકની વધુ સમસ્યા જાેવા નહીં મળે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *