Gujarat

સુરવા ગીર ગામે કેરીના પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી માલસામાનની ચોરી

ગીર સોમનાથ
તાલાલા તાલુકાના સુરવા ગીર ગામે મહા ગુજરાત એગ્રી કોટન કંપની દ્વારા બની રહેલ કેસર કેરીના ઉત્પાદક ખેડૂતો માટે આશીર્વાદરૂપ કેરીના પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી તસ્કરો રૂ.૮ લાખની કિંમતના લોખંડના માલ સામાનની ચોરી કરી જતા ચકચાર મચી છે. આ મામલે પ્લાન્ટના સંચાલકે ફરિયાદ કરતા તસ્કરોને શોધવા માટે તાલાલા પોલીસે તપાસનો ઘમધમાટ શરૂ કર્યો છે. આ ચોરીની ઘટના અંગે કેરીના પ્રોસેસિંગ યુનિટના સચાલક ધીરુભાઈ ભાખર તથા ગીરધરભાઇ ગધેસરીયાએ પોલીસને આપેલ લેખિત ફરિયાદમાં જણાવ્યુ છે કે સુરવા ગીર ગામ નજીક બની રહેલ કેરીના પ્રોસેસિંગ પ્લાન્ટનું કામકાજ ચાલી રહ્યુ છે. જેના માટે રાખવામાં આવેલ લોખંડના થાંભલા તથા એંગલ અને પ્લેટ સહિતનો માલ-સામાન પ્લાન્ટ ખાતે હતો. તેમાંથી ૪૦ નંગ લોખંડનાં થાંભલા તથા ૧૦૦ એંગલ જેની કિ.રૂ.૮ લાખ જેવી થાય છે. તે માલ-સામાનની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. જે અંગે બીજા દિવસે સવારે પ્લાન્ટ ખાતે આવેલ ત્યારે જાણવા મળેલ હતુ. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ ચોરીની ઘટનાને તસ્કરોને ઝડપી લેવા પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચોરીની ઘટનાને લઈ પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *