Gujarat

સુરેન્દ્રનગરના માળોદમાં રાજયપાલના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળનો શિલાન્યાસc

સુરેન્દ્રનગર
દેશ વિદેશમાં ૪૯ જેટલી શાખા સંસ્થાઓ દ્વારા સામાજિક, ધાર્મિક અને શૈક્ષણીક સેવા કાર્યોની સરિતા અવિરત વહી રહી છે. ૫૦મી નૂતન શાખા સુરેન્દ્રનગર ગુરુકુલનો શિલાન્યાસ સમારોહ ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રથમ શિલાપૂજન કરવામાં આવ્યું હતું. તથા મહંત સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, રાકેશ દુધાત, ધીરુ કાકડિયા, મંત્રી મહેન્દ્ર મુંજપરા, ધનજી પટેલ, કે. સી.સંપટ (કલેકટર) વગેરે મહાનુભાવોએ પણ શિલાપૂજન કર્યું હતું. શિલાપૂજન બાદ આચાર્ય દેવવ્રતજી સભા મંડપમાં આગમન થયેલા મહંત સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણનું તુલસીદલથી પૂજન કર્યા બાદ ગુરુ મહારાજ, રાજયપાલ અને સંત મહાનુભાવોનું ફૂલહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું. રાકેશ દુધાતે શિલાન્યાસ પ્રસંગે અભિવાદન પ્રવચન કર્યું હતું અને ત્યારબાદ આચાર્ય દેવવ્રતે પોતાના હ્રદયના ઉદ્‌ગારો રજુ કર્યા હતા. અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનનો હૃદયથી આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, ગુરૂકુળે અનેક બાળકોને અભ્યાસ સાથે સંસ્કાર પ્રદાન કરી ખૂબ જ મોટી દેશ સેવા કરી છે. ત્યારબાદ રાજ્યપાલે બધાને પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં જાેડાવાની અપીલ કરી હતી.રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા આજે ગુરુકુળના શિલાન્યાસ ઉપરાંત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્યતા આપવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તેની સાથે ગાય માતાનું પાલન કરે, પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જાેડાઇ અને દેશમાં થતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અટકાવે તે માટે ખેડૂતોને અપીલ કરાઈ હતી. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અટકાવવાનો માત્ર એક જ ઉપાય છે. તે પ્રાકૃતિક ખેતી હોવાનું પણ રાજ્યપાલ દેવવ્રત દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા પ્રશાસન વિભાગ સાથે બેઠક યોજી અને રાજ્યપાલ દ્વારા આગામી દિવસોમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્યતા આપવામાં આવે તે માટે તંત્ર પણ પ્રયાસો હાથ ધરે તેવી જરૂરી સુચના આપવામાં આવી છે.આ તકે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો ઉપસ્થિત રહી અને ધાર્મિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં ગુરુકુળ ભવ્ય બને અને ત્યાં બાળકોને તમામ પ્રકારના જ્ઞાન આપવામાં આવે અને ધાર્મિક વાતાવરણ ઉભુ કરવામાં આવે તેવા પ્રયાસો ગુરુકુળના માધ્યમથી માળોડ રોડ ઉપર હાથ ધરવામાં આવશે. રાજ્યપાલના હસ્તે શિલાન્યાસ આ ગુરુકુળના નિર્માણ માટે કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના રતનપર માળોદ રોડ ઉપર કરોડોના ખર્ચે ભવ્ય ગુરુકુળ નિર્માણ માટે આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગરના માળોડ ગામ ખાતે ગુરૂકુળનો શિલાન્યાસ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વધુ એક ગુરુકુળની સ્થાપના થાય અને બાળકો સારું શિક્ષણ મેળવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા ૫૦મી શાખાની સ્થાપના સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી છે. આ તકે જિલ્લામાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પધાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *