જામનગર માર્ચ,સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલસીક્યુરીટી ફોર્સ(CISF) ન્યુ દિલ્હી દ્વારા સ્પોર્ટ ક્વોટામાં હેડ કોન્સ્ટેબલ(જનરલડ્યુટી)ની ભરતી કરવા જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે. ધો.૧૨ પાસનીલાયકાત ધરાવતા તથા તા. ૧/૦૮/૨૦૨૧ના રોજ ૧૮ થી ૨૩ વર્ષની ઉંમર ધરાવતા તથા ૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચે સ્પોર્ટ ક્વાટામાં રાષ્ટ્રીય કક્ષાએ/રાજયકક્ષાએ ભાગ લીધેલ હોય અથવા રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય કક્ષાએ કે આંતર વિશ્વ વિદ્યાલય કક્ષાએ મેડલ મળેલ હોય તેઓઆ માટેઅરજીપાત્ર છે.અરજીપત્રક માટે વેબસાઈટhttp://www.cisfrectt.inપર જવા અને વધુ વિગત માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરીનો સંપર્ક સાધવા અથવા રોજગાર સેતુ હેલ્પલાઇન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર કોલ કરવા અનુરોધ કરવામાં આવે છે.
