Gujarat

હારીજના અડીયામાં યુવક પર થયેલા હુમલા કેસમાં ૪ ઈસ્મોની ધરપકડ

પાટણ
હારીજના અડીયામાં યુવાન પર થયેલા હુમલા સંદર્ભે અડિયા ગામે મેળામાં છરી વડે ઈજાઓ તથા મારામારી કરનાર અજાણ્યા ૧૦થી ૧૨ ઈસમો વિરૂદ્ધ હારીજ પોલીસ સ્ટેશન રાયોટિંગ અને ગંભીર ઈજાઓ કરવા બાબતનો ગુનો નોંધાયો હતો. જે ગુનાની તપાસ દરમિયાન હારીજ પોલીસ દ્વારા ૪ આરોપીઓ પ્રહલાદ લિલાજી ઠાકોર, વજેસંગ જેસંગજી ઠાકોર, અજયજી વાઘાજી ઠાકોર અને સંજયજી લક્ષ્મણજી ઠાકોર. એમ ચાર શખ્સોને હાલમાં પકડી લાવવામાં આવ્યા છે. જે ફરિયાદીની ઓળખ પરેડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવે છે. અન્ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. જે અંતર્ગત યુવાને ૧૦થી ૧૨ અજાણ્યા શખ્સો વિરુદ્ધ હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હારીજ તાલુકાના અડીયા ગામે દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની અમાસ અને ભાદરવા સુદ એકમે ભવ્ય મેળો ભરાયો હતો. જે મેળાના બીજા દિવસ રોજ મેળામાં સ્વયંસેવક તરીકેની ફરજ બજાવતા આયોજન કરતાં યુવાન સ્વયંમ સેવક પર કોઈ અજાણ્યા ઈશખ્સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે કેસમાં ૪ શખ્સો હારીજ પોલીસે ઝડપી પડ્યા છે.

File-02-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *