Gujarat

હારીજની સોસાયટીમાં પાર્ક કરેલી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

પાટણ
પાટણ જિલ્લાના હારીજ શહેરનાં સોમનાથ નગર -૨ સોસાયટીમાં રહેતા ઇશ્વર મેધાજી ઠાકોર અને નરસિહ મેધાજી ઠાકોરના ઘર આગળ પાર્ક કરેલી બ્રેઝા કારમાંથી હારીજ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે વિદેશી દારૂના જથ્થા અને બ્રેઝા કાર સાથે રૂ.૬.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બાબતે હારીજ પોલીસ તરફથી જાણવા મળતી હકીકત મુજબ હારીજ પોલીસને ખાનગી રાહે હકીકત મળી હતી કે, શહેરના સોમનાથ નગર -૨ સોસાયટી વિસ્તારમાં રહેતા ઠાકોર ઇશ્વર મેધાજી અને ઠાકોર નરસિહ મેધાજીનાં ઘર આંગણે પાર્ક કરેલી બ્રેઝા કારમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે હારીજ પોલીસનાં પીએસઆઇ શુક્લા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી પાર્ક કરેલી બ્રેઝા કારની તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો બોટલો નંગ ૧૨૮૯ કિ. રૂ. ૧ લાખ ૨૯ હજાર ૭૪૫ અને બ્રેઝા કાર કિં. રૂ. ૫ લાખ મળી કુલ રૂ. ૬ લાખ ૫૪ હજાર ૭૪૫નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા બન્ને શખ્સો વિરુદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

A-quantity-of-foreign-liquor-was-seized-from-a-parked-car.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *