Gujarat

હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર ના બોડેલી તાલુકાના વિસાડી ગામે રોડ તરફ નમેલુ લીમડાનું વૃક્ષ ધરસાઈ થતા ઇકો ગાડી માં સવાર આંઠ થી દસ મુસાફરો નો આબાદ બચાવ

       રોડ ઉપર વૃક્ષ પડતા માત્ર પાંચ ફૂટ દૂર જાંબુઘોડા તરફ થી બોડેલી તરફ જઈ રહેલ ઇકો ગાડી ના ચાલકે ગાડી ઉભી રાખી દેતા આબાદ બચાવ
    રોડ ઉપર પડેલા વૃક્ષ ને ગ્રામ જનો એ તાત્કાલિક ધોરણે કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો
     જાણવા મળ્યા મુજબ હાલોલ બોડેલી રાજ્ય ધોરી માર્ગ ઉપર હાલોલ બોડેલી ના 42 કિમિ ના અંતર માં અનેક વૃક્ષો રોડ તરફ નમી પડેલા છે હાલ વૈશાખ ના વાયરા એ જોર પકડતા સાંજ ના સમયે ખુબજ પવન ફુકાય છે અને તેને લઈ નમી પડેલા વૃક્ષો ક્યારે ધરસાઈ થાય તેનો કોઈ જ સમય નક્કી હોતો નથી હાલોલ બોડેલી નેશનલ હાઇવે માર્ગ ઉપર રોજે રોજ હજારો ની સંખ્યા માં વાહનોની અવર જવર થાય છે માર્ગ એક મિનીટ માટે નવરો રહેતો નથી તેવામાં આ માર્ગ ઉપર નમી પડેલા વૃક્ષો ભારે પવન ના કારણે પડી રહ્યા છે હમણાં થોડા દિવસ પૂર્વે જાંબુઘોડા ના કાળીયાવાવ ગામે મહાકાય સીમડા નું વૃક્ષ ધરસાઈ થયુ હતુ અને ગત રાત્રે આઠ વાગ્યા ની આસપાસ બોડેલી તાલુકા ના વિસાડી ગામે અચાનક પવન ફૂંકાતા લીમડા ની મહાકાય વૃક્ષ ધરસાઈ થયુ હતુ આ સમયે એક ઇકો ગાડી જાંબુઘોડા થી બોડેલ તરફ હાલોલ કંપની માં કામે જતા આઠ થી દસ જેટલા કામદારો ને લઈ  મુકવા જઇ રહી હતી જે ગાડી ના ચાલકે વૃક્ષ ધરસાઈ થતા તેને ગાડી કન્ટ્રોલ કરી બ્રેક મારી દેતા ગાડી થી માત્ર પાંચ ફૂટ ના અંતરે વૃક્ષ ધરસાઈ થયુ હતુ અને ગાડી માં સવાર દસ જેટલા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો
    તંત્ર દ્વારા હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર રોડ તરફ નાથપુરી ,નારુંકોટ, ભાટ, જબાણ, પાલનપુર, સહિત વિસાડી, ઘાટી, ખાંડીવાવ સહિત ના ગામોમાં જે વૃક્ષો રોડ સાઈડ નમેલ છે તેને તાકીદે કાપી નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220522-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *