રાજકોટ
દેશ સહિત ગુજરાતમાં હાલ દુષ્કર્મના કિસ્સા વધતા જઈ રહ્યા છે ત્યારે રાજકોટની એક ૨૨ વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો અને શહેરના સ્પાના માલિક દ્વારા દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવ્યો હતો. આરોપી, આશિષ મરાડિયા, જેને તેની પત્ની અલ્પા દ્વારા ગુનામાં મદદ કરવામાં આવી હતી, મહિલાએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો હતો અને પછી બ્યુટી પાર્લર કોર્સ પૂર્ણ કર્યો હતો. તે તેના પરિવારને આર્થિક રીતે મદદ કરવાના ઉદ્દેશ્ય મુજબ ફ્રિલાન્સર તરીકે કામ કરતી હતી. જાેકે, તે કાયમી નોકરીની શોધમાં હતી અને લગભગ પાંચ મહિના પહેલા મોલમાં મરાડિયાને મળવાનું થયું હતું. મરાડિયાએ તેને જેતપુરમાં તેના સ્પામાં નોકરીની ઓફર કરી અને જણાવ્યું હતું કે, તે રાજકોટ સિટીમાં બીજાે એક સ્પા ખોલી રહ્યો છે, જ્યાં તેણીને પછીથી ટ્રાન્સફર કરી દેશે. ચાર મહિના પહેલા, મહિલાને મરાડિયાનો ફોન આવ્યો, જેણે તેને સ્પા બતાવવા માટે તેને જેતપુર લઈ જવાની ઓફર કરી. ત્યાં પહોંચ્યા પછી, તેણે કથિત રીતે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને જાે તેણે કંઈપણ જાહેર કર્યું હોય તો તેના પરિવારના સભ્યોની હત્યા કરવાની ધમકી આપી હતી. પાછળથી, તેણે નોકરીની ચર્ચા કરવાના બહાને તેના ઘરે બોલાવી હતી. અહીં, તેણે ત્રણ માણસોને બોલાવ્યા હતા અને આ યુવતીને તેમની સાથે શારીરિક સંબંધ રાખવા દબાણ કર્યું હતું. એસીપી રાજેશ બરૈયાએ જણાવ્યું હતું કે, મરાડિયાએ અગાઉ બીજી મહિલાને આવી જ રીતે ફસાવી દીધી હતી, તે જાણ્યા બાદ આ યુવતીએ પોલીસનો સંપર્ક કરવાની હિંમત એકઠી કરી હતી.


