Gujarat

૪૦ કરોડની છેતરપિંડી કેસમાં મુંબઈથી બિલ્ડરની અમરેલી સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી

અમરેલી
અમરેલીના કરશનભાઈની સહજ સીટીની ૪૦ કરોડની મિલકત આરોપી અભય લોઢાએ ગીરવે મુકાવી ૩૮ કરોડની લોનની ઉચાપત કરી હતી. બાદમાં લોનના પૈસા પરત માંગતા અભય લોઢાએ ફરિયાદીના એકાઉનંટમાં માત્ર ૬ કરોડ પરત કર્યા હતા. જ્યારે ફરિયાદીએ આ બાબતે તપાસ કરાવી તો જાણવા મળ્યું તે લોન મંજૂર થઇ જ નથી. અભય લોઢાએ ફરિયાદીની મિલકતની છજજીંજ નામની અસુતી પ્રા.લિ કંપનીમાં પહેલા ૫૦ કરોડની લોન મેળવેલી હતી. જે એકાઉન્ટ એનપીએ થઇ ગયું હતું. મહત્વનું છે કે, આરોપીએ બેંકના ચેરમેન સાથે મળીને ફરિયાદીને લાલચ આપીને દસ્તાવેજાે મૂકાવી ગુનો આચર્યો હતો. અમરેલી સીઆઈડી ક્રાઇમે મુંબઇથી અભય લોઢાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાબાદ ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા હતા. જેથી અભય લોઢાને અમરેલીની સબ જેલના હવાલે કરાયો છે આ પહેલાં પણ ૬૩ કરોડની છેતરપિંડીના આરોપમાં સ્ટીલ એન્ડ પાવર પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ સુરેન્દ્ર ચંપાલાલ લોઢા, અભય નરેન્દ્ર લોઢા, અશ્વિન નરેન્દ્ર લોઢા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. બેંક દ્વારા સીઆઈડીને આપવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું તે, આ છેતરપિંડી વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૬ વચ્ચે આચરવામાં આવી હતી.મુંબઇના જાણીતા બિલ્ડર્સ ગૃપમાં સૌથી મોટુ નામ ધરાવતા અભય લોઢા વિરૂદ્ધ અમરેલી સીઆઈડી ક્રાઇમમાં ૪૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ અમરેલી સીઆઈડી ક્રાઇમે મુંબઇથી અભય લોઢાની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મળ્યા હતા. જે પુરા થતા ગઇકાલે ફરી અભય લોઢાને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં તેને જામીન ન મળતા જેલમાં ધકેલાયો છે. અભય લોઢા વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદો નોંધાઇ ચુકી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *