Gujarat

૯ ગુનામાં સંડોવાયેલ પાસાનો નાસતો ફરતો આરોપીને મોરબી એલસીબીએ પકડી પાડ્યો

સુરેન્દ્રનગર
ભાવનગરના બોરતળાવ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં મારામારી, જીવલેણ હુમલો, હથિયાર, દારૂ સહિતના નવ-નવ ગુના આચરનારા હનીફ અવેશ કટિયા નામના શખ્સ વિરુદ્ધ ભાવનગર પોલીસે પાસા વોરંટ ઇશ્યુ કરતા છેલ્લા એક વર્ષથી આ આરોપી નાસતો ફરતો હતો. ત્યારે ભાવનગરનો હનીફ મોરબી આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે અહીંના ૨૫ વારીયા વિસ્તારમાંથી આરોપીને ઝડપી લઈ ભાવનગર પોલીસને સોંપી આપવાની કાર્યવાહી હાથ ધરી છે.ભાવનગર શહેરમાં જીવલેણ હુમલો, મારામારી, દારૂ, હથિયાર સહિત નવ જેટલા ગુના આચરી પાસા હુકમ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલો ગુનેગાર મોરબીથી ઝડપાયો છે. એલસીબી પોલીસે મોરબીના પચીસ વારિયામાંથી આરોપીને ઝડપી લીધો હતો.

Morbi-Taluka-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *