Gujarat

અંકલેશ્વરના ચૌટાબજારમાં વેપારીઓના દબાણો સામે નગરપાલિકાની રહેમ નજર

અંકલેશ્વર શહેર માં હાર્દ સમા ચૌટા બજાર માં દુકાનદારોના દબાણ સામે પાલિકા લાચાર જોવા મળી રહી છે. એક સમયે આખે આખી ટ્રક પસાર થતા બજાર માં હવે રીક્ષા કઢાવી પણ મુશ્કેલ બની છે. બજાર માં દુકાનદારો પોતાના સમાન અર્ધો -અરધ રોડ બન્ને તરફ મૂકી રોડ બ્લોક કરી રહ્યા છે. બે દિવસ પૂર્વે બાઈક ટચ થતા બાઈક ચાલક ને કેટલાક ઈસમો માર પર માર્યો હતો.
અંકલેશ્વર શહેર ના મુખ્ય માર્ગો પર અને બજારો માં વધતા જતા દુકાનદારો અને લારી ધારકો ના દબાણ સામે પાલિકા ની દબાણ શાખા ની રહેમ નજર જોવા મળી રહી છે. દબાણ દૂર કરવાના બદલે વધતા જતા દબાણ સામે આંખ આડા કાન ની પાલિકા નીતિ ને લઇ અંકલેશ્વર ના ભરચક એવા ચૌટા બજાર સાંકળી ગલી માં ફેરવી જવા પામી છે. દુકાનદારો દ્વારા પોતાની દુકાન નો અર્ધો અરધ સમાન દુકાન બહાર રોડ પર અને ઓટલા પર મૂકી દેવામાં આવે છે. જેને લઇ બને તરફ થી રોડ પર દબાણ થતા રોડ સાંકળી ગલી બની ગયો છે. કેટલાક દુકાનદારો દ્વારા તો ઓટલા ભાડે આપી ને પણ કમાણી કરી રહ્યા છે.
વર્ષો થી વન વે હોવા છતાં બજાર માં દુકાનદારો સમાન લઇ ઘુસતા ટેમ્પા અને રીક્ષા ઓ વચ્ચે બાઈક કાઢવા પણ મુશ્કેલ બની છે. પાલિકા દ્વારા દબાણ સામે અનદેખી થી દબાણકારો દબાણ કરવા મોકળું મેદાન જોવા મળી રહ્યું છે. સામે તહેવારે બજાર માં ભીડ ઉમટશે અને કોઈ હોનારત સર્જાય તો જીવ બચાવો પણ મુશ્કેલ છે. બજાર માં ફાયર કે એબ્યુલન્સ પણ લઇ જવી મુશ્કેલ રૂપ છે.
જો બજાર માં આગ લાગે કે ગેસ ગળતર પણ થાય તો મોટી ખુવારી સર્જાઈ શકે છે. આ દબાણ તો ઠીક પણ બજારને જોડાતા આંતરિક માર્ગ જેવા સુથાર ફળીયા, મુલ્લા વાડ, ચૌટા બજાર હનુમાન ડેરી, જ્યોતિ ટોકીઝ નો ટેકરો સહિતના વિસ્તારમાં લારી ધારકો અને દુકાનદારો સર સમાન ના રોડ બ્લોક કરી રહ્યા છે. તો બજાર માં આડેધડ બાંધકમ પણ જોવા મળી રહ્યું છે. જેને લઇ ટેમ્પો- ટ્રક જે પછી ફાયર ટેન્ડર પણ ફસાઈ જાય તેવી સ્થિતિ છે. દિવાળી આવતા જ બજારો માં હજારો ની સંખ્યા માં લોકો ખરીદદારી કરવા આવશે.

IMG-20221007-WA0107.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *