આર્યનની ગોળીઓનું પણ વિતરણ કરાયું
અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 વિદ્યાર્થિનીઓનું હિમોગ્લોબીન ચેક કરી આર્યનની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે જીનવાલા હાઈસ્કૂલ ખાતે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરની યશોદા લેબના સ્ટાફ દ્વારા એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની 200 વિદ્યાર્થિનીઓનું હિમોગ્લોબીન ચેક કરવામાં આવ્યું હતું. સાથે જ આર્યનની ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા, નગર પ્રાથમિક અને માધ્યમીક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલ ચૌહાણ, પાલિકાના ઉપપ્રમુખ કલ્પના મેરાઈ સહીત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.


