અંકલેશ્વર
ભારતમાં ભ્રષ્ટાચારનો ભરડો છે લોકો જે વસ્તુની અછત જણાય એટલે કૌભાડીઓ તે વસ્તુઓમાં ભેળસેળળ કરી મોટા કૌભાંડ આચરે છે ત્યારે અંકલેશ્વરમાં દહેજ અદાણીથી ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરવાના કૌભાંડના મામલા માં તાલુકા પોલીસે વધુ ૧૨ શખ્સો ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસે કાપોદ્રા ગામ પાસેના લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં ગત ૨૩મી મેના રોજ દહેજ ખાતે અદાણી થી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગેવગે કરાતા કોલસા કૌભાંડ પર દરોડા પાડ્યા હતા. પોલીસે ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી ફ્લાયએશ અને થાનની માટી ભેળવી દેવાનું રેકેટ પકડી પાડ્યું હતું અને સ્થળ પરથી ૫૫ ટન કોલસો, ૫૦ ટન માટી, ૨૦ ટન ફ્લાયએશ, ટ્રક, લોડર, ૫ મોબાઈલ મળી કુલ ૧૮.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને અગાઉ સાત આરોપી ઝડપાયા હતા. જયારે આ કોલસા કૌભાંડમાં સંડોવાયેલ કોસંબામાં રહેતો અંકિત સુમેરસિંહ રાઠોડ,કિશોર વિષ્ણુપદ વિશ્વાસ,મનદીપકુમાર દેવમની તિવારી અને પરેશકુમાર સુરેશ પટેલ, વિરેન્દ્રસિંહ બળવંતસિંહ ખેર,દિનેશ હરજીવન પટેલ સહીત ૧૨ શખ્સો ને ઝડપી પાડ્યા હતા.


