અંકલેશ્વર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસના ભાગરૂપે સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગ રૂપે જીઆઇડીસીમાં જોગર્સ પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આત્મનિર્ભર ભારતના પ્રણેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સેવા સપ્તાહ તરીકે ઉજવાઈ રહ્યો છે. જેના ભાગરૂપે અંકલેશ્વર વિધાનસભા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જીઆઇડીસીમાં આવેલા જોગર્સ પાર્ક ખાતેથી રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વૈકુંઠ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહીતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ મેરેથોન દોડમાં અંકલેશ્વરના મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.


