Gujarat

અંબાજી ખાતે ૧૫૫૧ ફૂટની વિશાળ તિરંગા યાત્રા  યોજાઇ

ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે આજે સવારે તિરંગા યાત્રા ની શરૂઆત થઈ હતી. અંબાજી થી નડાબેટ સુધી આ યાત્રા 3 દીવસ સુધી આખા જીલ્લામાં ફરી નડેશ્વરી માતાજીના મંદિરે સમાપન થશે.
    આજે નવી કોલેજ આગળ થી 1551 ફૂટનો વિશાળ તિરંગા યાત્રા શરૂ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દરેક લોકો હાથમાં તિરંગા સાથે જૉવા મળ્યા હતા. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર જી, શંકર ચૌધરી, પરબત પટેલ સહિતના નેતાઓ,આગેવાનો , કાર્યકરો સહિતના લોકો જોડાયા હતા અંબાજી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Screenshot_20220807_190600.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *