વર્ષ ૨૦૦૭ થી શરૂ થયેલ ૧૦૮ એમ્બયુલન્સ સેવાનો જૂનાગઢ જિલ્લામાં ૪ લાખ થી વધુ લોકોએ લાભ લીધો છે. જેમાં મેડીકલ ઇમરજન્સી માટે ૪,૧૧,૯૪૭ લોકોએ, પોલીસ ઇમરજન્સી માટે ૫,૭૦૬ લોકોએ, અને ફાયર ઇમરજન્સી માટે ૧૪૮ લોકોએ લાભ લીધો છે.
આ ઉપરાંત પ્રસૂતિ સંબંધિત ૧,૫૪,૫૪૯ કેસ, ઈજાને લગતા ૪૪,૬૧૯ કેસ,હદયની બીમારીને લગતા ૩૧,૩૧૬ કેસ,શ્વાસની બીમારીને લગતા ૧૮,૨૬૪ કેસની સારવાર આપવામાં આવી છે.


