Gujarat

અમદાવાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સિક્યુરિટી ગાર્ડે ર્ફાયરિંગ કર્યું

અમદાવાદ
અમદાવાદ શહેરના સરદાર નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સરદાર નગર બ્રાન્ચમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડે બપોરના સમયે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં બેંકના મહિલા કર્મચારી ઘાયલ થયા છે. ઘાયલ થયેલા મહિલા કર્મચારીને ૧૦૮ દ્વારા તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરિંગ કરનાર સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બેંકમાં આવેલા ગ્રાહકે ખુરસીમાં બેસવાની બાબતે સૌપ્રથમ બોલાચાલી કરી હતી અને ત્યારબાદ બેન્કના કર્મચારી સાથે ઝપાઝપી કરી હતી. સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પડ્યા તો સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ગ્રાહકે ઝપાઝપી કરી હતી અને બાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈ બેંક બંધ કરવામાં આવી છે અને એફએસએલની મદદ એરપોર્ટ પોલીસ દ્વારા લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Security-guard-fires-at-State-Bank-of-India.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *