મુંબઈ
વૈશ્વિક બજારમાં ચાલી રહેલી તેજીની અસર આજે ભારતીય બુલિયન માર્કેટ પર પણ જાેવા મળી રહી છે. આજે સવારથી સોના-ચાંદીના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. સોનાની કિંમત ફરી એકવાર ૫૧ હજારની નજીક પહોંચી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર, સોમવારે સવારે ૨૪ કેરેટ શુદ્ધતાના વાયદાના ભાવ રૂ. ૩૧ વધીને રૂ. ૫૦,૮૬૫ પ્રતિ ૧૦ ગ્રામ થયા હતા. અગાઉ ૫૦,૯૮૫ રૂપિયાથી ખુલીને ટ્રેડિંગ શરૂ થયું હતું, પરંતુ માંગમાં નબળાઈને કારણે તેની કિંમતો ટૂંક સમયમાં નીચે આવી ગઈ હતી. જાે કે, સોનાના વાયદાના ભાવ તેના અગાઉના બંધ કરતાં હજુ પણ ૦.૦૬ ટકા ઉપર છે. સોનાની જેમ ચાંદીના વાયદાના ભાવમાં પણ આજે ઉછાળો જાેવા મળ્યો હતો. સવારે એમસીએક્સ પર ચાંદીનો વાયદો રૂ. ૧૫૭ વધી રૂ. ૬૧,૦૯૪ પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉ ચાંદીમાં કારોબાર રૂ. ૬૧,૦૫૭ના ભાવે શરૂ થયો હતો, પરંતુ થોડા સમય પછી તેની માંગ વધવાને કારણે ભાવ વધી ગયા હતા. અત્યારે ચાંદીના વાયદાના ભાવ અગાઉના બંધ કરતા ૦.૨૬ ટકા વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં આજે સવારે સોનાનો હાજર ભાવ ૦.૨૬ ટકા વધીને ૧,૮૪૩.૮૬ ડોલર પ્રતિ ઔંસ થયો હતો. એ જ રીતે, ચાંદીનો ભાવ પણ ૦.૪૨ ટકા વધીને ૨૧.૭૪ ડોલર પ્રતિ ઔંસ થયો હતો. વૈશ્વિક બજારમાં ત્રણ મહિના પહેલા સોનાની હાજર કિંમત ઇં૨,૦૦૦ અને ચાંદીની કિંમત ઇં૨૭ ની નજીક પહોંચી ગઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વૈશ્વિક શેરબજાર હાલમાં જે રીતે મંદીમાં ચાલી રહ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે આગામી સમયમાં સોનામાં રોકાણ ફરી વધશે. બુલિયન માર્કેટમાં અત્યારે ઘટાડો થયો હોવા છતાં, જાે તમારી પાસે સોનાનો પોર્ટફોલિયો છે, તો તેને જાળવી રાખો, કારણ કે આગામી સમયમાં વૈશ્વિક બજારની સાથે ભારતીય બજારમાં પણ સોનાની માંગ વધશે અને તેના ભાવ ફરી એકવાર વધશે.


