Gujarat

અમરેલીમાં કલાકારો માટે યુવા મહોત્સવ અને ચિત્ર સ્પર્ધા યોજાશે  

ભરત ગંગદેવ

 અમરેલી ખાતે જિલ્લા અને તાલુકાકક્ષાએ યુવા મહોત્સવ યોજાશે. સ્પર્ધાનું આયોજન ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને સ્વરૂપે કરવામાં આવશે. સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોય તે તમામ ભાગ લઈ શકશે. અ વિભાગબ વિભાગ અને ખુલ્લો વિભાગ એમ ત્રણ વિભાગમાં આ સ્પર્ધાઓ યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ વકતૃત્વનિબંધપાદપૂર્તિગઝલ શાયરીકાવ્યલેખનદોહા-છંદ-ચોપાઈલોકવાર્તા, સર્જનાત્મક કારીગરીચિત્ર, લગ્ન ગીતહળવું કંઠ્ય સંગીતલોકવાદ્ય સંગીતભજનસમૂહગીતએકપાત્રીય અભિનય સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન ઓફલાઈન કરવામાં આવશે. તાલુકાકક્ષા સ્પર્ધાના એન્ટ્રીફોર્મ જે-તે તાલુકા કન્વીનરશ્રીને પહોંચાડવાના રહેશે. જ્યારે જિલ્લાકક્ષાએ ઓનલાઈન યોજાનાર કૃત્તિઓની વિડીયો ક્લિપની CD અથવા પેનડ્રાઈવ દ્વારા રમત ગમત કચેરી અમરેલીને તા.૨૫-૦૮-૨૦૨૨ સુધીમાં એન્ટ્રીફોર્મ મોકલવાની રહેશેજેમાં લોકનૃત્યલોકગીતહિન્દી અથવા અંગ્રેજી એકાંકી,શાસ્ત્રીય કંઠ્ય સંગીતસિતારવાંસળીતબલાંવીણામૃદંગહાર્મોનિયમગીટારશાસ્ત્રીય નૃત્ય-કથ્થકશાસ્ત્રીય નૃત્ય કુચીપુડી,શાસ્ત્રીય કંઠ્ય સંગીત હિન્દુસ્તાનીશાસ્ત્રીય નૃત્ય ભરત નાટ્યમશીઘ્ર વકૃત્વ સામેલ છે. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધક કે ટીમે જિલ્લા કક્ષાએ ભાગ લેવા આવવાનું રહેશે. જ્યારે ઓનલાઈન સ્પર્ધાના પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધક/ટીમની સી.ડી.પેનડ્રાઈવ ઝોનકક્ષાએ મોકલવામાં આવશે. વધુ વિગતો માટે કચેરીના બ્લોગ એડ્રેસ dsoamreli.blogpost.com પરથી મેળવી લેવાની રહેશે. કચેરીના ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પર સંપર્ક કરવોએવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *