અમરેલી
દેશ સહિત ગુજરાતમાં રોજબરોજ ક્યાંકને ક્યાંક અકસ્માતના સમાચાર સામે આવે છે ત્યારે અમરેલી જિલ્લામાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. નાના મોટા અકસ્માતો હાઇવે ઉપર સામે આવી રહ્યા છે. ત્યારે સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઇવે પર જાબાળ ગામ નજીક પુરપાટ ઝડપે રાજુલા તરફથી આવતી બીએમડબ્લ્યુ કાર ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. જાેકે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માત સર્જાતા કારની એરબેગ્સ ખુલી જવાના કારણે ચાલકનો બચાવ થયો હતો. જાેકે, તેને નાની-મોટી ઇજાઓ થતા સ્થાનિકો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તાજેતરમાં આ રોડની કામગીરી પૂર્ણ કરી છે, પરંતુ કોન્ટ્રાકરો અને અધિકારીઓની અણ આવડતના કારણે અધૂરા કામોના કારણે અકસ્માત સર્જાય છે. અહીં ડીવાઇડર પર થર્મો પ્લાસ્ટના પટા નથી લગાડ્યા જેના કારણે વાંરવાર અકસ્માત સર્જાય છે.


