દાહોદ
લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે રહેતાં સંજય વિઠ્ઠલભાઈ વણકર, રાજુ વિઠ્ઠલભાઈ વણકર, અજય રમેશભાઈ વણકર, રમેશ હીરાભાઈ વણકર, ગણપત બાબુભાઈ વણકર અને સંજય બાબુભાઈ વણકર દ્વારા અગાઉ થયેલા ડાકણ સંબંધી ઝઘડાની અદાવત રાખી પોતાના ગામમાં રહેતાં કનુ ડાહ્યાભાઈ વણકરના ઘરે આવી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં. લોખંડની પાઈપ, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી કનુભાઇ, અમરીબેન ડાહ્યાભાઈ વણકર અને ડાહ્યાભાઈ ભાણાભાઈ વણકરને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કનુભાઈ ડાહ્યાભાઈ વણકરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે અગાઉ ડાકણ હોવાની શંકાએ તકરાર થઈ હતી. આ ઝઘડાની અદાવતે ૬ હુમલાખોરોએ ગેરકાયદે મંડળી બનાવી એકના ઘરે આવી સશસ્ત્ર હુમલો કરતા મહિલા સહિત ત્રણને શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.દાહોદ
લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે રહેતાં સંજય વિઠ્ઠલભાઈ વણકર, રાજુ વિઠ્ઠલભાઈ વણકર, અજય રમેશભાઈ વણકર, રમેશ હીરાભાઈ વણકર, ગણપત બાબુભાઈ વણકર અને સંજય બાબુભાઈ વણકર દ્વારા અગાઉ થયેલા ડાકણ સંબંધી ઝઘડાની અદાવત રાખી પોતાના ગામમાં રહેતાં કનુ ડાહ્યાભાઈ વણકરના ઘરે આવી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં. લોખંડની પાઈપ, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી કનુભાઇ, અમરીબેન ડાહ્યાભાઈ વણકર અને ડાહ્યાભાઈ ભાણાભાઈ વણકરને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કનુભાઈ ડાહ્યાભાઈ વણકરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે અગાઉ ડાકણ હોવાની શંકાએ તકરાર થઈ હતી. આ ઝઘડાની અદાવતે ૬ હુમલાખોરોએ ગેરકાયદે મંડળી બનાવી એકના ઘરે આવી સશસ્ત્ર હુમલો કરતા મહિલા સહિત ત્રણને શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
