અવસર છે લોકશાહીનો….
ભરત ગંગદેવ
અમરેલી તા.૦૫ અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને નોડલ ઓફિસરશ્રી PwD, અમરેલીના સંયુક્ત ઉપક્રમે અંધજન પ્રગતિ મંડળ, અમરેલી ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ સહ EVM અને VVPATનું નિદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી વી.વી. પટ્ટણી દ્વારા હાલમાં ચાલી રહેલા મતદારયાદી સુધારણા કાર્યક્રમ વિશે દિવ્યાંગજનોને સમજૂતી આપાવમાં આવી હતી અને મતદાનની પ્રક્રિયામાં તેમની ભાગીદારી વિશે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં દિવ્યાંગજનોને EVM અને VVPATનું નિદર્શન કરાવી અને તેનો જાત અનુભવ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર તથા અંધજન પ્રગતિ મંડળ સંચાલિત અંધજન તાલીમ કેન્દ્રને બેડશીટ તથા દિવ્યાંજગનોને મતદારયાદીમાં PwD તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ-૮નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વી.વી. પટ્ટણી, PwD નોડલ ઓફિસરશ્રી વી.એ. સૈયદ, મામલતદારશ્રી ચૂંટણી દેવાયતભાઈ શિયાળા, સંસ્થાના ટ્રસ્ટીશ્રી દિલીપભાઈ પરીખ તથા સંસ્થાના સંચાલકશ્રી આર.એચ.સાધુ ઉપસ્થિત રહ્યા હતા.
