Gujarat

અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૧૪ સપ્ટેમ્બરે યોજાશે ભરતી મેળો

ભરત ગંગદેવ

અમરેલી, તા.૦૬  અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ને બુધવારના રોજ સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ, લુણસાપુર એકમ માટે મશીન ઓપરેટરની જગ્યા માટે ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળો સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી ખાતે ડિજિટલ માધ્યમથી યોજાશે. ભરતી મેળામાં ૧૮-૩૫ વર્ષની વય મર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૦ પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતાં ઉમેદવારો ભાગ લઈ શકશે. રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે આધારકાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબ સીકર તરીકે નોંધણી કરાવી પોર્ટલ પર લોગ ઈન કરી જોબ મેનુમાં ક્લિક કરી જરૂરી વિગતો ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ જ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલસેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *