સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા, હવે ઉનાળું વેકેશન સમાપ્ત થયું અને શૈક્ષણિક કાર્ય ચાલુ થતાં નાના ભૂલકાઓ કે જે પ્રથમ વખત જ શાળા પરિસરમાં કદમ મૂકી રહ્યા હોય.. શિક્ષણના મંગળાચરણ કરી રહ્યા હોય.. મા સરસ્વતીની આરાધનાનો પ્રારંભ થયો હતો તેવા વાતાવરણમાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ શિક્ષણ પુનઃ ધબકતું થઈ રહ્યું હોય એવી શુભ વેળાએ પ્રવેશોત્સવ પણ ઉજવાય છે. તારીખ ૨૩-૪-૨૦૨૨ના ગુરુવારે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલકુમાર મગનભાઈ દુધાતની ઉપસ્થિતિમાં ઢાંગલા, ખારા તથા ગુંદરણ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવેલ. આ પ્રસંગે શાળા પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો.
આમ શિક્ષણ અને પ્રકૃતિનું સંવર્ધન કરવાનો શુભ સંદેશ અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાત દ્વારા તમામ વિદ્યાર્થીગણને આપવામાં આવેલ.


