Gujarat

અમરેલી જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૫ જાન્યુઆરીના રોજ યોજાશે

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૫ જાન્યુઆરીના શનિવારે સવારે ૧૧ કલાકે અમરેલી કલેક્ટર કચેરીના મીંટીગ હોલ ખાતે રાખવામાં આવેલ છે. બેઠકમાં ફરિયાદ સમિતિ તરીકે લોકપ્રતિનિધીશ્રીઓ અને સંકલન સમિતિ તરીકે અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. બેઠકમાં નિકાલમાં બાકી કેસોની સમીક્ષા, બાકી પેંશન કેસોની સમીક્ષા તેમજ વસુલાત અંગેની ચર્ચા તેમજ અન્ય લોકપ્રતિનિધીશ્રીઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં કોરોનાની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. બેઠકમાં કોઈ અધિકારી અનિવાર્ય સંજોગોમાં હાજર રહી શકે તેમ ન હોય તો જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટરશ્રીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *