શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં
પ્રોહીબીશનના ગુનાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા-ફરતા હોય તેઓને પકડી
પાડવા સારૂ સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી
કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ
અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી
રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ,
જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૬૧૫/૨૨ પ્રોહી કલમ-૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબના ગુનાના એક માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ
ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : (૧) પ્રકાશભાઇ રાણાભાઇ ડેર ઉં.વ.૩૪ ધંધો-ખેતીરહે.મોણપુર ગામ, ચિતલ પ્લોટ વિસ્તાર તા.જિ.અમરેલી
આ કામગીરી શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા,પો.સબ.ઇન્સ. તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area

