અરવલ્લી
દેશની આદિવાસી જાતિની મહિલા પ્રથમવાર દેશની રાષ્ટ્રપતિ પદે બિરાજતા આદિવાસી સમાજમાં ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. ભારત દેશના ૧૫મા રાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં એનડીએમાંથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષ જૂથમાંથી યશવંત સિન્હાએ ઉમેદવારી નોંધાવી હતી. જેની મત ગણતરી થતા એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્યા હતા. તેમને દેશના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે ઘોષિત કરાયા હતા. ચૂંટાયેલ દ્રૌપદી મુર્મુ ને ૫,૭૭,૭૭૭ મત મળ્યા હતા જ્યારે આદિવાસી સમાજની પ્રથમ નાની ઉંમરે મહિલા દેશના રાષ્ટ્રપતિ બનતા સમગ્ર અરવલ્લી જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દરેક તાલુકાના મુખ્ય મથકો પર ભાજપ કાર્યકરો એકઠા થઇ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને જીતનું જશ્ન મનાવ્યું હતું.

