જામ દેવળીયા, દ્વારકા, ગુજરાત નો આહીર અર્જુન આંબલિયા આજે ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય અને ગાય અને ગૌવશ ની હત્યા મુક્ત ભારત દેશ નું નિર્માણ થાય , તેમજ રાષ્ટ્રરક્ષા અને બલિદાન માટે ભારતીય સૈન્ય માં જેમ સમુદાય ના આધારે રેજિમેન્ટ છે એ રીતે આહીર યાદવ રેજિમનેટ નુ નિર્માણ કરવા આવે આ બે માંગ સાથે છેલ્લા 365 દિવસો થી ધરણાં પ્રદર્શન કરી અને શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે.
365 માં દિવસે આ કોરોના ના સમય માં પણ અલગ અલગ રાજ્યો ના અલગ અલગ સંગઠન ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને અર્જુન આંબલિયા ને મોન તોડવા માટે વિનંતી કરી હતી ત્યારે અર્જુનભાઈ આંબલિયા એ બધા ની લાગણી નું માન જાળવી મૌન વ્રત તોડ્યું હતુ અને ખુબ જ મહત્વ ની મીટીંગ મળી હતી અને ત્યાં થી સરકાર ને અલ્ટીમેટમ પણ આપયું હતું અને આગળ ની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી હતી.
વધુ માં અર્જુન આંબલિયા ના સમર્થન માં દ્વારકા, ગુજરાત થી ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય અને ગાય અને ગૌવશ ની હત્યા મુક્ત ભારત દેશ નું નિર્માણ થાય તે માટે પદયાત્રા નીકળી છે આ પદયાત્રા ગામો ગામ લોકો ને જાગૃત કરી લોકો ને આ મુહીમ માં જોડી અને દિલ્હી પોહચશે તેમજ આ પદયાત્રા સાથે એક ઇકો ગાડી માંથી બનાવેલો રથ પણ છે અને જોરશોર થી પ્રચાર કરી આગામી થોડા દિવસો માં દિલ્હી પોહચશે.
દ્વારિકા, ગુજરાત થી દિલ્હી, જંતર – મંતર પદયાત્રા માં સર્વે સમાજ ના લોકો જોડાઇ રહ્યા છે આ પદયાત્રા માં મુખ્ય તરુણભાઇ આહીર , રબારી વસંતભાઈ , રાહુલભાઇ આહીર , વાસુભાઈ રબારી ( ભુવાજી ) , ગીડા રાજુભાઈ કાઠી દરબાર આ બધા યુવાનો ની ખુબ મોટી જેહમત છે.
અર્જુન આંબલીયા અને ટિમ દ્વારા ગાય અને ગૌધન ના હિત માટે સતત જમીની સ્તર પર અનેકો પ્રયાસ કર્યા છે અને હાલ પણ પ્રયાસ ચાલુ જ છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા એમની માંગ સ્વીકારાય છે કે કેમ ?
અહેવાલ : વજસી વરવારીયા મોટા આસોટા


